શનિશ્ચરી અમાસ 30મી એપ્રિલે છે અને વર્ષનું પ્રથમ સૂર્યગ્રહણ પણ આ દિવસે જ થઈ રહ્યું છે. આ ચૈત્ર વદ અમાસ છે. શનિવારના દિવસે આવતી કોઈપણ અમાસને શનિશ્ચરી અમાસ કહેવામાં આવે છે. જો શનિશ્ચરી અમાસ પર કેટલાક ખાસ ઉપાય કરવામાં આવે તો શનિદેવની કૃપા સરળતાથી મળી શકે છે.
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શનિની કૃપા ભાગ્ય બદલી નાખે છે અને રંકને રાજા બનાવે છે. 29મી એપ્રિલે શનિ દેવે રાશિ પરિવર્તન કર્યુ હોવાથી મીન રાશિથી સાડાસાતી શરૂ થશે અને કર્ક અને વૃશ્ચિક રાશિમાં ઢૈય્યા શરૂ થશે. આવી સ્થિતિમાં શનિની મહાદશાનો સામનો કરી રહેલા લોકોએ આ દિવસે કેટલાક ઉપાય કરવા જોઈએ.
શનિ અમાસ પૂજન મુહૂર્ત
શનિશ્ચરી અમાસ 30 એપ્રિલ, શનિવારની મધ્યરાત્રિ 12:57 થી શરૂ થશે અને 1 લી મે, રવિવારની મધ્યરાત્રિ 01:57 વાગ્યે સમાપ્ત થશે. આ દરમિયાન પ્રીતિ યોગ બપોરે 3.20 વાગ્યા સુધી રહેશે અને ત્યારબાદ આયુષ્માન યોગ શરૂ થશે. સ્નાન અને પૂજાનો શુભ સમય સવારે 11:52 થી 12:45 સુધીનો રહેશે. સાથે જ રાહુકાલ સવારે 9 થી 10:39 સુધી રહેશે.
શનિ અપાર સફળતા- ધન આપે છે
જો તમે શનિદેવની કૃપા મેળવવા માંગતા હોવ અથવા શનિની મહાદશાના કારણે ખરાબ પરિણામોથી મુક્તિ મેળવવા માંગતા હોવ તો શનિશ્ચરી અમાસના દિવસે કેટલાક ઉપાય કરો. આ ઉપાયો ખૂબ જ ફાયદાકારક છે.
શનિશ્ચરી અમાસના દિવસે માહી નદીમાં સ્નાન કરવાથી શનિદેવની સાડાસાતી, ઢૈય્યા અને શનિદોષની પીડામાંથી રાહત મળે છે. આનાથી તમામ દુ:ખ, પીડા અને વિઘ્નોનો અંત આવે છે.
શનિ કર્મ પ્રમાણે ફળ આપનાર દેવતા છે. તેથી શનિશ્ચરી અમાસના દિવસે શુભ કાર્ય કરો. કોઈ જરૂરિયાતમંદને દાન કરો. તમે તેને ખવડાવી શકો છો. કપડાં, ચપ્પલનું દાન કરવાથી શનિદેવ પ્રસન્ન થાય છે. આ સિવાય કાળા તલ, કાળા કપડાનું દાન કરવું પણ શુભ છે.
શનિશ્ચરી અમાવસ્યાના દિવસે શનિદેવની પૂજા નિયમ પ્રમાણે કરો. તેને વાદળી ફૂલ, કાળા તલ, સરસવનું તેલ ચઢાવો. ટૂંક સમયમાં જ તમામ કામગીરી પૂર્ણ થઈ જશે. શનિના ખરાબ પ્રભાવથી છુટકારો મેળવવાનો એક સારો ઉપાય છે હનુમાનજીની પૂજા. તેથી, શનિશ્ચરી અમાસ પર, હનુમાન મંદિરમાં જાઓ અને બજરંગબલીને સિંદૂર ચઢાવો અને હનુમાન ચાલીસાનો પાઠ કરો.