હિંદુ ધર્મમાં અઠવાડિયાના તમામ દિવસો કોઈને કોઈ દેવી દેવતાને સમર્પિત છે. રવિવારનો દિવસ સૂર્યદેવનો માનવામાં આવે છે. સૂર્ય જે ગ્રહોનો રાજા છે અને સાથે તેમને પૃથ્વીના પ્રત્યક્ષ દેવતા પણ માનવામાં આવે છે. માન્યતા છે કે જેમની પર સૂર્યદેવની કૃપા રહે છે તેને ધન, યશ, કિર્તી, માન- સમ્માન અને કરિયરની સાથે સ્વાસ્થ્યનો પણ લાભ થાય છે. નિયમિત રીતે જો તમે પૂજા પાઠ માટે સમય કાઢી શકતા નથી તો તમે રવિવારના દિવસે કેટલાક ઉપાયો કરી લો તે જરૂરી છે. તો જાણો કેવી રીતે છૂટકારો મેળવી શકશો.
રવિવારે કરી લો આ ખાસ ઉપાયો, મળશે રાહત
રવિવારના દિવસે સૂર્ય સૂર્યોદય પહેલાથી ઉઠવાનો પ્રયાસ કરો અને જલ્દી સ્નાન કરો અને સૂર્યદેવને અર્ધ્ય આપો. અર્ધ્ય આપતી સમયે તાંબાના કળશનો ઉપયોગ કરો અને તેમાં રોલી, ચોખા, લાલ પુષ્પ, ગોળ રાખો. સૂર્ય અર્ધ્ય આપવાથી વ્યક્તિને સૂર્યદેવની કૃપા તરત જ પ્રાપ્ત થાય છે. અર્ધ્ય આપવાથી સમય સામે કોઈ કુંડું કે ઊંડું વાસણ રાખો જેથી પાણીના છાંટા તમારા પગ પર ન પડે.
દર રવિવારે આદિત્ય હ્રદય સ્તોત્રનો પાઠ કરો. કહેવાય છે કે આ સ્તોત્રનો પાઠ કરવાથી સૂર્યદેવ પ્રસન્ન થાય છે અને ભક્તોની મનોકામના પૂરી કરે છે. વાલ્મીકિ રામાયણના યુદ્ધ કાંડના 105 સર્ગમાં ઉલ્લેખ છે કે શ્રીરામે રાવણનો વધ કર્યા પહેલા આદિત્ય સ્તોત્રનો પાઠ કર્યો હતો. આ પાઠ કુંડળીમાં સૂર્યની સ્થિતિને મજબૂત કરે છે અને સાથે જ દરેક જગ્યાએ માન સમ્માન અપાવવામાં સક્ષમ માનવામાં આવે છે.
જો તમે રવિવારનું વ્રત રાખી શકો તો સારું રહે છે. તેનાથી સૂર્ય સાથે જોડાયેલી તમામ મુશ્કેલીઓ દૂર થાય છે. આ દિવસે વ્રતમાં મીઠું ન ખાવું. આ સિવાય રવિવારે તાંબાના વાસણ કે ઘઉંનું દાન કરવાથી તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થાય છે