જાણો લોકો બજરંગદાસ બાપાને કેમ માને છે ભગવાન જાણો તેમના અદ્ભુત પરચા વિશે….

bapa sitaram

મિત્રો આ લેખમાં હું આપણું સ્વાગત કરું છું તેમજ આજે હું તમારા માટે એક સાવ નવો લેખ લઈને આવ્યો છું અને જેમાં હું તમને એક નવી જ માહિતી આપવા જઈ રહ્યો છું જેમા આજે આપણે વાત કરીશુ બજરંગદાસ બાપાના કેટલાક ચમત્કારી પરચા વિશે ગુજરાતની એક એવી પવિત્ર ભુમી છે કે જે ભુમિમાં અનેક સંતો થઈ ગયા છે. જેમનું ખાલી નામ પણ બોલીએ તો પણ મનમાં શાંતી થાય. મારે પણ આજે એક એવા જ સંત ની વાત કરવી છે.

કે જેમને રાષ્ટ્રિય સંત નુ બિરૂદ મળેલ છે. જેમને ભક્તિ ના પંથની સાથે-સાથે દેશની સેવા પણ કરેલી છે. એવા જ સૌરાષ્ટ્રના સંત કે જેમનો આશ્રમ ભાવનગર પાસે બગદાણામાં આવેલ છે. જેમને ફકત ભારતમાં જ નહીં પણ આખી દુનિયામાં લોકો જાણે છે અને જેમના લીધેજ બગદાણા એક ધામ બની ગયું છે. જ્યાં લાખોની સંખ્યામાં ભાવિક ભક્તો પોતાની આસ્થા, શ્રદ્ધા લઇને આવે છે. બાપા બજરંગ બધાનાં જ દુખ મટાડે છે. જેમને લોકો બાપા સીતારામનાં હુલામણા નામથી ઓળખે છે.

સમગ્ર ભારતમાં ખાસ કરીને સૌરાષ્ટ્રની ભૂમિ એટલે સંતોની ભૂમિ અને તેમાંય ભાવનગર જિલ્લામાં અનેક સંતો થઇ ગયા. બજરંગ દાસ બાપા ના જીવન નો એક સત્ય ઘટના નો પ્રસંગ છે માણહ ને નિર્માલ્ય ન બનાવે એનું નામ તો સંત કેવાય સંત ના જીવન માં સમર્પણ હોય ,એમના જીવન માં ત્યાગ હોય મરદાનગી ના માર્ગે હાલવાની જે માણહ ને સલાહ આપી એનું નામ તો સંત કેવાય, જેમાં પૂ.મસ્તરામ બાપુ પૂજય બજરંગદાસ બાપા પૂ.નારણદાસ બાપુ પૂ.નરસિંહ મહેતા આવા અનેક પવિત્ર સંતોની ભૂમિ એટલે ભાવનગર. પૂ.બજરંગદાસ બાપાનું પ્રાગટ્ય ભાવનગર શહેરથી છ કિ.મી.દૂર અધેવાડા ગામ પાસે એક કિ.મી.

અંદર ઝાંઝરિયા હનુમાનદાદાના શરણમાં થયેલું. આજે આપણે બજરંગદાસ બાપા ના એક પરચા વિશે વાત કરીશું. કર્મોદર ગામમાં બાપા કર્ણ છે, એક નાઈ પણ અનેક સપ્તાહનું આયોજન કર્યું છે. બાપાનો એક નિયમ હતો ભક્તની કસોટી બોવ કરે છે. એમાં નાંથું પંચાલ નામનો એક ડ્રાઈવર નોકરી કરતો ભક્ત હતો. તે બાપાની પૂરા દિલથી પુજા કરતો હતો. બાપા એવા મોજીલા હતા જ્યારે તેમણે થાય કે આજે સપ્તાહ નું આયોજન કરવું છે,

તો એકજ દિવસમાં બધું થઈ જતું હતું, મડપ બધાઈ જાય, કથાની વ્યવસ્થા થઈ જાય, ભોજનની વ્યવસ્થા થઈ જાય, બધો સામાન આવી જાય, જ્યારે વિચાર આવે ત્યારે તે જાતે આયોજન કરી દેતા. એમાં એક દિવસ આખા ગામને ભેગુ કર્યું. નાથુભાઈ પંચાલને પણ બોલાવ્યા. બાપા કહે છે કે કરમદરમાં છેલી સપ્તાહનું આયોજન કરવાની વાત કરે છે. ગામના લોકો ને કહ્યું તમારી પાસેથી એક રૂપિયા નથી લેવા. અને નાથા લાલાને કહે છે કે મારે તારા પાસે થી કઈ જોઈએ છે. નાથા લાલ બાપાના પગમાં પડી ગયો અને કહ્યું મારાથી અપાય એવું માંગજો. હું ગરીબ માણસ છું વિચાર કરજો.

ત્યારે બાપા કહે છે કે મારે તારા પાસેથી એવું કંઈ નથી જોતું. તું કાલે સવારે દસ હજાર રૂપિયા લઇને આવજે મારે સપ્તાહ કરવો છે અને નાથુભાઈ 5-7 દિવસથી નોકરી નથી ગયા અને ગાડી પણ શેઠની એ આપી. શેઠે નાથુ લાલ ની શોધ કરવાનું ચાલુ કર્યું. શોધ કરતા કર્મોદર આવ્યા. નાથુલાલ મોઢું નથી બતાવતા. શેઠે કહ્યું તારે ગભરાવવાની જરૂર નથી, જે હોય તે સાચું કહી દો તમે નોકરી કેમ નથી આવતા, મારી ગાડી ક્યાં છે. નાથુલાલ રડવા લાગ્યા. અને કહ્યું મારા ગુરુદેવ છે તેમના હુકમ હતો કે મારે સપ્તાહ કરવો છે દસ હાજર રૂપિયાની જરૂરત છે.

હું ક્યાંથી લેવું રૂપિયા. તમારી ગાડી મે ગિરે મૂકી દીધી છે. શેઠે કહ્યું ગભરાવવાની જરૂર નથી. તેમના શેઠ એ સાધુ હતા. તેમને કહ્યું તારે મુઝવાવાની જરૂરત નથી તારા એવા ગુરુના દર્શન કરાય અમને સપ્તાહ નું આયોજન હતું બાપાનો જ્યાં ઉતારો હતો ત્યાં ગયા. બાપાએ શેઠને કહ્યું ક્યાંથી આવો છો શેઠે કહ્યું હું ભાવનગર થી આવું છું. બાપા એ કહ્યું કોઈ સગા ને મળવા આવ્યા છો. શેઠે કહ્યું ના એવું કોઈ નથી. શેઠે કહ્યું નાથુ લાલ મારો ડ્રાઈવર છે એને મારી ગાડી ગીરે મૂકી છે.

શેઠે એ રૂપિયા બાપાના ચરણો મા મૂકીને કહે છે હું મારી ગાડી છોડાવી લઈશ. મારા આ રૂપિયા નથી જોતાં. તમારા જેવા સંત મળ્યા. અમારી પૂર્વ જન્મની પુજી આજે અમને મળી ગઈ મને રૂપિયા નથી જોતા. પણ બે લાફા નાથુ લાલ ને માર્યા અને કહ્યું ગાડી તારા બાપની છે, ત્યારે નાથુ લાલે કહ્યું ગાડી મારા બાપની નથી પણ મારા બાપ ને રૂપિયાની જરૂર હતી એટલે મેં ગીરે મૂકી દીધી છે. નાથુ લાલને બે લાફા માર્યા ડ્રાઈવર હતા એમાંથી બે ગાડી થઈ. આજે એમના પરિવાર પાસે દસ ગાડીઓ છે. એમની પાસે અઢળક સંપતિ છે.

એ સમયે નદીની આસપાસ બે ત્રણ બહેનો કપડાં ધોતી હતી. તેઓ માતાની પાસે આવ્યાં. જે એક બહેનને (દૂધીબહેન) બોલાવી લાવ્યા અને માતાજીને ગામની અંદર આવવા જણાવ્યું. એ સમયે માતાજીએ ગામમાં આવવાની ના પાડી. માતાજીએ ઝાંઝરિયા હનુમાન તરફ લઇ જવા માટે કહ્યું. માતાએ હનુમાનને પ્રણામ કર્યા અને હનુમાનજી મંદિર સામે એક ઓરડીમાં વિસામો ખાવા બેઠા. ત્યાં બાપાનું પ્રાગટ્ય થયું. બહેનોએ માતાજીની સેવા કરી.

થોડા જ દિવસોમાં માતાજી માલપર પિયર જવા રવાના થઇ ગયાં. બાપાશ્રીના પ્રાગટ્ય અગાઉ થોડાક દિવસો માટે માતાજી આ ગામમાં આવ્યા અને પ્રાગટ્ય થયા પછી ત્યાંથી વિદાય લીધી જેથી ગામલોકોને એવું લાગ્યું કે થોડા જ દિવસોમાં આમ ચાલ્યા જનાર આ બાળ કોણ હશે ? હનુમાનજી મહારાજ ખુદ પધાર્યા હશે !બાપાશ્રીનું નામ ભક્તિરામ રાખવામાં આવેલું. તેમનું કુળ રામાનંદ હતું. આ ભક્તિરામ માલપરથી લાખણકા આવ્યા ત્યારે બાલ્યાવસ્થા હતી.

Leave a Reply

Your email address will not be published.