પ્રશ્ન : હું 28 વર્ષનો યુવક છું. મારા ટૂંક સમયમાં લગ્ન થવાનાં છે. હું લગ્ન પછી ફેમિલી પ્લાન કરવા ઇચ્છું છું અને બીજા ચારથી પાંચ વર્ષ સુધી પિતા બનવા નથી ઇચ્છતો. હું આ પ્લાનિંગ માટે કોન્ડોમનો ઉપયોગ કરવા ઇચ્છું છું પણ મારા મિત્રો એવુ ન કરવાની સલાહ આપી રહ્યાં છે. મને દરેક મિત્ર કોન્ડોમ વિશે એકબીજાથી વિરોધાભાસી વાતો કરી રહ્યાં છે. શું કોન્ડોમનો ઉપયોગ યોગ્ય છે? એક પુરુષ (અમદાવાદ)
ઉત્તર : તમારી સમસ્યાનું કારણ સામાજિક માનસિકતા છે. હકીકતમાં આજે પણ સમાજમાં સુરક્ષિત જાતીય સંબંધો વિશે ચર્ચા કરવામાં નથી આવતી જેના કારણે લગ્ન વખતે યુવકો અને યુવતીઓનાં મનમાં અનેક સવાલો હોય છે જેની સ્પષ્ટતા બહુ જરૂરી છે. કોન્ડોમ વિશે પણ અનેક ભ્રામક માન્યતા ફેલાયેલી છે જેની સ્પષ્ટતા જરૂરી છે. માન્યતા – એકસાથે બે કોન્ડોમનો ઉપયોગ વધારે સુરક્ષા આપે છે.
હકીકત – આ ખોટી માન્યતા છે. એકસાથે બે કોન્ડોમનો ઉપયોગ કરવાથી વધારે સુરક્ષા તો નહીં મળે પણ એ અસુવિધાજનક સાબિત થશે. એક સમયે એક કોન્ડોમનો ઉપયોગ જ યોગ્ય છે. માન્યતા – જો મારી પાર્ટનર કોન્ટ્રાસેપ્ટિવ પિલ્સ લેતી હોય તો કોન્ડોમનો ઉપયોગ જરૂરી નથી. હકીકત – કોન્ટ્રાસેપ્ટિવ પિલ્સ વણજોઇતા ગર્ભ સામે સુરક્ષા આપે છે પણ યૌનરોગો સામે નહીં.
સુરક્ષિત યૌન સંબંધો માટે કોન્ડોમનો ઉપયોગ જરૂરી છે. માન્યતા – કોન્ડોમના ઉપયોગથી જાતીય સુખની તીવ્રતા ઓછી થઇ જાય છે. હકીકત – આ એક ભ્રમણા છે. આવું નથી થતું. હાલમાં માર્કેટમાં કોન્ડોમના અલગ અલગ વિકલ્પ ઉપલબ્ધ છે અને તમે પસંદગીના વિકલ્પની પસંદગી કરી શકો છો. માન્યતા – કોન્ડોમ સહેલાઇથી ફાટી જાય છે. હકીકત – જો એનો ઉપયોગ યોગ્ય રીતે કરવામાં આવે તો એવું નથી થતું.
માન્યતા – કોન્ડોમની એક્સપાયરી ડેટ નથી હોતી. હકીકત – આ વાત ખોટી છે. કોન્ડોમની એક્સપાયરી ડેટ હોય છે એટલે એનો ઉપયોગ કરતી વખતે એક્સપાયરી ડેટ ખાસ ચકાસી લો. એક્સપાયરી ડેટ વીતી ચૂકી હોય એવા કોન્ડોમના વપરાશથી બળતરા કે ખંજવાળ જેવી સમસ્યા થઇ શકે છે.
સવાલ: હું 24 વર્ષની મહિલા છું, અને હમણાં જ મારા મેરેજ થયા છે, અમે રોજ સમાગમ માનતા હોઈ છે પણ હું સવારે જયારે પેસાબ કરું ત્યારે બોવ્જ ખરાબ દુર્ગંધ આવતી હોઈ છે અને હું આ બાબતે ગણી જ ચિંતામાં છું,હું શું કરું
એક યુવતી
જવાબ: ઘણિવાર આવા અમુક કારણો યુરિન ટેસ્ટ કરાવીને ચેક કરાવી શકો છો, હવે તો લેબ વારા લોકો ઘરે આવીને સેમ્પલ લઇ જાય છે,જેથી વધુ સરળ છે આવા ટેસ્ટ કરાવવાનું ,