નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, ભારત એક એવો દેશ છે, જે પોતાની વિશેષ સંસ્કૃતિ ના કારણે પુરી દુનિયામાં ઓળખવામાં આવે છે. અહીં દેશ ના ખૂણા-ખૂણા માં એવા -એવા કામ કરવામાં આવે છે, જે ફક્ત અહીં જ દેખવા મળી શકે છે. દેશ ના દરેક ભાગ ની પોતાની એક અલગ માન્યતા છે. તમે તો જાણો જ છો કે ભારત માં ધર્મ ને સૌથી મહત્વપૂર્ણ સ્થાન આપવામાં આવ્યું છે. અહીં પર એટલી સંખ્યા માં મંદિર છે કે તેમને ગણી શકવા લગભગ મુશ્કેલ છે. જો આ દેશ ને મંદિરો નો દેશ કહેવામાં આવે તો કંઈ ખોટું નથી. અહીં ની દરેક ગલી માં એક મંદિર દેખવા મળી જાય છે.
બાપા સીતારામ એવું કોઈ ગામ કે, શહેર નહીં હોય જ્યાં બાપા સીતારામની મઢીના હોય! જેમના નામમાં સ્વંયમ ભગવાન મર્યાદા પુરષોતમ શ્રી રામ અને મા સીતા સંગાથે હોય એવાં આ સંતનું જીવન પણ એટલું જ ભક્તિમય હતું. આજે બાપા બગદાણા ધામમાં બિરાજમાન છે, પરંતુ શું તમે સૌ કોઈ જાણો છો કે, બાપા સીતારામ બગદાણાને પોતાનું નિવાસસ્થાન કેમ બનાવ્યું ? ચાલો આજે આપણે સૌ કોઈ રામ નામનું નામ લઈને બાપાની પ્રાગટય કથા વિશે જાણીએ.
ભગવાન શ્રી રામના પરમ કૃપાળુ ભક્ત એવાં બાપા સીતારામનો જન્મની કથા વિશે જાણીએ. બજરંગદાસ બાપાનું મુળ કુટુંબ રાજસ્થાનથી હતું. મુળથી એ રામાનંદી સાધુ અને ભાવનગર જિલ્લામાં વર્ષોથી સ્થાયી થયા હતા. ૧૯૦૬માં ઝાંઝરીયા હનુમાન મંદિરમાં ગામ અધેવાડામાં ભકિતરામ તરીકે માતા શિવકુંવરબાના કુખે તેમનો જન્મ થયો. એમના પિતાજીનું નામ હરીદાસબાપુ હતું.ભકિતરામ ૧૧ વર્ષની નાની વયે સાધુઓના સંપર્કમાં આવ્યા.
ભક્તિરામ માલપરથી લાખણકા આવ્યા ત્યારે બાલ્યાવસ્થા હતી. આ બાલ્યાવસ્થામાં તેમના પિતાશ્રીનું અવસાન થતાં બાપા વિચરતા-વિચરતા વલસાડ બાજુ આવ્યા.વલસાડમાં ઔરંગા નદીના કિનારે ઝાડ નીચે બેઠા હતા ત્યાંથી સીતારામદાસ બાપુ ખાખ ચોકવાળાની જમાત સાથે તેઓ જોડાઇ ગયા. આ જમાત નાસિકના કુંભમેળામાં જઇ રહી હતી. જંગલમાંથી પસાર થતા બાપાશ્રી એક બાવળના ઝાડ નીચે બેસી ગયા અને સીતારામ-સીતારામનો જપ કરવા લાગ્યા.
બાપા પાલિતાણા પધાર્યા અને પાલિતાણાથી બગદાણા પધાર્યા.બગદાણામાં જૂની પોલીસ લાઇન સામે ચોરામાં પોતાનું આસન જમાવ્યું. આ વખતે બાપાશ્રી ધોયા વિનાની માદરપાટની બંડી પહેરતા. બાપાશ્રીને નાહવા-ધોવા કે દાતણ-પાણી માટે, પૂજા-પાઠ માટેના કોઇ નિયમ કે વ્રત ન હતા. બાપાશ્રી બાંકડા પર પોતાનું આસન જમાવીને પાણીનું એક માટલું અને ગ્લાસ લઇને બેસતા. બાજુમાં ધૂણી ધખાવતા. આ રીતે બાપા લહેર કરતા. બાપા ઘણીવાર બગદાણાથી ભાવનગર પણ પધારતા. પૂ.બજરંગદાસબાપાએ મહુવા તાલુકામાં બગદાણા પાસે પોતાનું નિવાસ સ્થાન બનાવ્યું. ત્યાં બગદેશ્વર મહાદેવજીની મૂર્તિમાં પ્રાણપ્રતિષ્ઠા કરાવી.સીતારામ-સીતારામનો જાપ જપ્યા કરતા હતા.
બાપાએ તેમનાં જીવમકાળ દરમિયાન અનેક પરચા પૂર્યા! કહેવાય છે કે, બાપાની બડીમાં રામનામની કૃપા હતી. એક વાર જ્યારે બાપા બજરંગદાસ ઊનાળાના સમયમાં મુંબઈમાં સાધુ ની જમાત જોડે હતી. ત્યારે સાધુ ની જમાતે પાણી પીવાની ઈચ્છા વ્યકત કરી ત્યાં પીવાના પાણીની ખૂબ અછત હતી. ગુરૂજીએ બાપાને પાણીની વ્યવસ્થા કરવાનું કહ્યું. ગુરુજીની આજ્ઞા માની ને બાપા બજરંગદાસ એ ત્યાં મુંબઈ માં દરીયાકીનારે એક ડાર બનાવ્યો. અને એ ડાર માં થી મીઠુ પાણી નીકળ્યુ. ઔરંગાબાદમાં તેમણે એક બાળકને તેના ઘરની અગાસી પરથી નીચે પડી ગયેલ અને બાપાએ તેને તેડી ને બચાવી લીધેલ.
એક વાર જયારે બાપા તેમના ગુરુ અને તેમની સાધુ જમાત જોડે જંગલમાંથી પસાર થતા હતા ત્યારે સિંહોનું ટોળું રસ્તામાં મળેલ અને બાપા એ તેમને સીતારામ નામ નો મંત્ર કર્યો અને તેમના રસ્તા પરથી ટોળાને હટી જવા આદેશ આપ્યો અને સાધુની જમાત આગળ વધી આવી જ રીતે બાપા એ બગદાણામાં આશ્રમ ખોલી અનેક લોકોને રામનામની ભક્તિમાં લીન કર્યા અને ભૂખ્યાંને રોટલો ખવડાવ્યો અને અનેક લોકોનું જીવન સુખમય અને ભક્તિમય બનાવ્યું.
તેઓ ૧૯૪૧ માં બગદાણા આવ્યા પછી ૧૯૫૧ માં આશ્રમની સ્થાપના કરી,૧૯૫૯ માં અન્નક્ષેત્ર ચાલુ કર્યું. ૧૯૬૦માં ભૂદાન યજ્ઞ કરાવ્યો અને 1962માં આશ્રમની હરાજી કરાવી ભારત ચીન યુધના સમયે દેશની સેનાને ફાળો આપ્યો, ત્યારબાદ ૧૯૬૫ આશ્રમ હરાજી કરી ભારત પાકિસ્તાન યુદ્દમાં દેશની સેનાને મદદ આપી. ત્યારબાદ ત્રીજી વખત ૧૯૭૧માં ભારત પાકિસ્તાન યુદ્ધ વખતે આ રીતે સતત ત્રણ વખત દેશની સેના અને સરકારને મદદ કરી તેથી તેઓ રાષ્ટ્રીય સંત તરીકે ઓળખાયા. બાપા સીતારામનો પરિવાર રામાનંદી હોવાથી તેમનું નામ ભક્તિરામ રાખવામાં આવ્યું હતું, પરંતુ બાપામાં નાનપણથી ભક્તિ અને રાષ્ટ્રપ્રેમ હતો, બાપામાં સેવા ભાવના ગુણો હતા, સાથે માતા પિતાના સંસ્કાર પણ હતા. અને સાથે ખુબ જ પ્રભુ ભક્તિ પણ હતી.
તેઓ ખુદ આ ફાળો આપવા ભાવનગર કલેકટરને સહાય આપવા માટે કચેરીએ આવ્યા હતા અને કહ્યું હતું કે ફૂલ નહિ તો ફૂલની પાંખડી પણ મારાથી અપાય તેટલી સહાય મારા દેશને આપું છું. બાપા બગદાણા આવ્યા પછી બગદાણા ધામમાં અનેક ચમત્કારો થયા છે. બાપા બગદાણામાં શરૂઆતમાં બગડેશ્વર મંદિરમાં નિવાસ કરતા હતા. અ પછી તેઓ ગામના ચોરામાં બેસતા અને પછી બાપા પાસે ભક્તોની અને ચમત્કારોથી આકર્શિત થઈને અનેક ભક્તોની ભીડ વધવા માંડી. તેથી બાપાએ હેડમતાણું નદીની ખુલ્લી જગ્યામાં આશ્રમ નાખ્યો હતો. બાપાએ ચાલુ કરેલ અન્નક્ષેત્ર અને સેવા કાર્ય આજે આજે વટવૃક્ષ બનીને લાખો શ્રધાળુંઓને ભક્તિ અને સેવાનું અણનમ ઉદાહરણ પૂરું પાડે છે.
બાપાના આગમન બાદથી બગદાણા ગામનું નામ આખી દુનિયામાં પ્રખ્યાત છે. ગુજરાતમાં ગુંજતું નામ એટલે બાપા સીતારામનું બગદાણા ધામ. બાપા સીતારામ જન્મતાની સાથે જ અનેક પરચાઓ થવા લાગ્યા હતા,જેમાં તેના નાનપણ માં સાપ સાથે સુવાનો, ગુરુ સાથે સંઘમાં શ્રી રામની ભક્તિ થી વાઘને ભગાડવાનો વગેરે સામેલ છે, બાપાએ દીક્ષા લીધા બાદ અનેક પરચાઓ આપ્યા છે.
અને હાલ બાપા દુનિયાના દુખિયારા લકોને અવારનવાર મુશ્કેલીના સમયે પરચાઓ આપે છે જેથી લાખોની સંખ્યામાં ભક્તો બગદાણા બાપાના આશ્રમના દર્શન કરવા આવે છે. એક વખતની વાત છે દીક્ષા બાદ ભ્રમણ કરતા કરતા મુંબઈના દરિયા કિનારે આવ્યા હતા, ત્યાં બાપા સાથે અનેક ભક્તોનો પરિચય થયો હતો. એ વખતે ગોરો અંગ્રેજ અમલદાર પોતાની ગાડીમાં ત્યાંથી નીકળ્યો અને આ વખતે બાપા તે રસ્તામાં બીજા ભક્તો સાથે પાણીની ડોલો ભરીને એક જગ્યાએ ભેગું કરતા હતા.
તે આ જોઇને બાપાની ભક્તિ અને સેવા વિશે ખરાબ બોલવા લાગ્યો. અને સાથે કહ્યું કે જો તમે ખરેખર સંત હો તો ચમત્કાર બતાવો. આ થી બાપા એ જ વખતે ત્યાં પલાઠી વાળીને બેસી ગયા અને ખાડો ખોદવા લાગ્યા, બાપાએ ખારા પાણીમાંથી મીઠું પાણી કાઢ્યું અને લોકોનું ટોળું ત્યાં આ સમત્કાર જોઇને ભેગું થઇ ગયુ. આ જોઇને ગોરો અમલદાર પણ બાપાનાં પગમાં પડી ગયો અને અનેક લોકો બાપાના પગમાં પડવા લાગ્યા. બાપા વારંવાર એક વાક્ય જરૂર બોલતા જેવી મારા વ્હાલાની મરજી.
બાપાનાં બગદાણા આશ્રમમાં ભક્તોની ભીડ બાપાના ચમત્કારો અને પરચાઓને કારણે ખુબ રહેતી, જેમાં બાપાના આશ્રમમાં ભાલ પંથકના એક માલધારી ભક્ત પોતાને કેન્સરનો રોગ થયો હતો જે અનેક ડોક્ટરોની દવા અને સારવાર કરાવ્યા બાદ પણ મટે તેમ ના હતો, આ કારણે ડોક્ટરોએ હાથ ઊંચા કરી લીધા હતા. આવા વખતે અનેક લોકોએ તેમને બાપાનાં આશ્રમે જવાનું કહ્યું હતું અને પોતાનું દુખ બતાવવાનું કહ્યું હતું. આ સમયે આ વ્યક્તિ અનેક સમસ્યા અને રોગ છતાં તે બગદાણા આવ્યો અને બાપાને વાત કરી. બાપાએ પોતાના આશ્રમની ખીચડી આ ભક્તને ખાવા આપી પરંતુ ડોકટરોએ આ વ્યક્તિને માત્ર અમુક પ્રકારનો ખોરાક અને એ માત્ર પ્રવાહીમાં લેવાની સલાહ આપેલી હતી. તેથી તે આ ખીચડી ખાઈ શકે તેમ પણ ન હતા.
તેથી તે વાત બાપાને કરી ત્યારે બાપાએ કહ્યું હતું કે મારા આશ્રમમાં આવેલો કોઈ ખાધા વગર કે ભૂખ્યો જાય તે કેવી રીતે ચાલે ? અને તેને આ ખીચડી ખાઈ જવાનું કહ્યું તેથી તે ભક્ત આ ખીચડી ખાવા લાગ્યા અને તેનાથી ખીચડી પણ ખવાઈ ગઈ અને તેને કેન્સરમાં પણ ખુબ જ મોટી રાહત થઇ છે, આ પછી તો આ પછી તો આ વ્યક્તિ ઘણીવખત બગદાણા આવ્યા અને ઘણા વર્ષ સુધી જીવ્યા. આવો થતો હતો બાપાનો ચમત્કાર.હાલ બગદાણા આશ્રમનો વહીવટ મનજીબાપાની દેખરેખ નીચે ચાલી રહ્યો છે. તેઓ બજરંગ દાસ બાપાના પરમ શિષ્ય છે. હાલ પણ કોઈ ભક્ત બગદાણા જાય તો પ્રસાદી લીધા વગર પાછો ફરતો નથી.
બાપાએ માત્ર 2 ધોરણ સુધિઓ અભ્યાસ કર્યો અને 11 વર્ષની ઉમરે ભક્તિમાં મન લાગતા સામાજિક જીવનનો ત્યાગ કર્યો અને સાધુની જમાતમાં જોડાઈ ગયા હતા. અને બાપાએ પોતાના ગુરુ સીતરામ બાપુ પાસેથી દીક્ષા લીધી હોવાથી આપણે બાપા સીતારામ તરીકે જાણીએ છીએ. જ્યારે તેઓ દક્ષિણા લેવા ગયા ત્યારે તેમના ગૃરું સીતારામ બાપુ પાસેથી દીક્ષા લઈને સમાધિમાં લીન થઇ ગયા હતા.
જયારે પરમ તત્વ અને યોગ સિદ્ધિનો અહેસાસ થયો ત્યારે તેઓ ગુરુને દક્ષિણા આપવા ગયા હતા. અને ગુરુ ભક્તીરામને ઓળખી ગયા અને કહ્યું કે ખરા ગુરુ તો તમે છો મારે તમને કંઇક આપવું જોઈએ. ત્યારે તેમની પાસેથી બાપા સીતારામે એવું કંઇક આપો કે જેનાથી મારે હમેશા ભગવાન શ્રી રામનું નામનું રટણ થયા કરે ત્યારે તેમને ગુરુએ બજરંગી શબ્દ આપ્યો. અને સાથે કહ્યું કે જાવ બજરંગી તમે હવે દુનિયામાં ફરો અને દુખિયારાની સેવા કરો. જેથી દુનિયા તમને બજરંગદાસ તરીકે ઓળખશે.